કણના તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમનું કથન લખો.
શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કોને કહે છે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાકગતિ કરતાં પદાર્થના કણનો સમય સાથે કોણીય સ્થાનમાં ફેરફાર દર્શાવ્યો છે, પદાર્થની ચાકગતિ સમઘડી છે કે વિષમઘડી હશે ?
“કણને બિંદુવત કદ હોય છે.” સાચું કે ખોટું ?
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિમાં કયાં બળો લેવાની જરૂર પડે છે ?
ફ્લાય વ્હીલને એક એન્જિન સાથે વાપરવામાં આવે છે કારણ કે તે,